Thursday, December 30, 2010
Saturday, December 25, 2010
Wednesday, December 1, 2010
Abhishek Manu Singhvi, Member of Parliament, Jodhpur, Rajasthan & Supreme Court lawyer
Justice S H Kapadia, Chief Justice of India
Ruby Kaur Dhalla, Canadian MP
Dawood Ibrahim
Narendra Modi, Chief Minister, Gujarat at the 52nd meeting of National Development Council
Mukesh Ambani
Anil Ambani
Pakistan PM & President
Vinod Rai, Comptroller and Auditor General of India (CAG)
Rahul Gandhi, MP & Amita Singh MLA from Amethi, UP
Lyonchen Jigmi Y. Thinley, Prime Minister, Bhutan
Hamid Karzai, President, Afghanistan
Ma Ying-jeou, Republic of China ("Taiwan")
Mahinda Rajapakse, President, Sri Lanka with the Indian PM
Ban Ki Moon, Secretary General, UN
Pascal Lamy, Fifth Director-General, WTO
Vladimir Putin & Dmitri Medvedev
Ismail Haniya, Prime Minister, Palestinian National Authority
Ramalinga Raju, the founder & Chairman, Satyam Computers
Madhav Kumar Nepal, Prime Minister, Nepal
Pushpa Kamal Dahal, former Prime Minister, Nepal
Barack H.Obama, President, USA
Heads of world's two biggest greenhouse-gas polluting nations
Sonia Gandhi & Manmohan Singh
Ratan Naval Tata, Chairman, Tata Group, a Multinational Conglomerate Company
Saturday, November 13, 2010
Thursday, October 21, 2010
Thursday, October 14, 2010
Saturday, September 25, 2010
કહેવતો...કહેવી (કે'વી) છે ???
કહેવત ભંડાર
- અક્કરમીનો પડીઓ કાંણો
- અક્કલ ઉધાર ન મળે
- અણીનો ચૂક્યો સો વરસ જીવે
- અતિ લોભ તે પાપનું મૂળ
- અત્તરનાં છાંટણા જ હોય, અત્તરના કુંડા ન ભરાય
- અધૂરો ઘડો છલકાય ઘણો
- અન્ન અને દાંતને વેર
- અન્ન તેવો ઓડકાર
- અવળે અસ્ત્રે મૂંડી નાખવો
- અંગૂઠો બતાવવો
- અંજળ પાણી ખૂટવા
- અંધારામાં તીર ચલાવવું
- આકાશ પાતાળ એક કરવા
- આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય
- આગળ ઉલાળ નહિ ને પાછળ ધરાળ નહિ
- આગળ બુદ્ધિ વાણિયા, પાછળ બુદ્ધિ બ્રહ્મ
- આજ રોકડા, કાલ ઉધાર
- આજની ઘડી અને કાલનો દિ
- આદર્યા અધૂરા રહે, હરિ કરે સો હોઈ
- આદુ ખાઈને પાછળ પડી જવું
- આપ ભલા તો જગ ભલા
- આપ મુવા પીછે ડૂબ ગઈ દૂનિયા
- આપ મુવા વિના સ્વર્ગે ન જવાય
- આપ સમાન બળ નહિ
- આફતનું પડીકું
- આબરૂના કાંકરા કરવા
- આભ ફાટ્યું હોય ત્યાં થીગડું ન દેવાય
- આમલી પીપળી બતાવવી
- આરંભે શૂરા
- આલિયાની ટોપી માલિયાને માથે
- આવ પાણા પગ ઉપર પડ
- આવ બલા પકડ ગલા
- આળસુનો પીર
- આંકડે મધ ભાળી જવું
- આંખ આડા કાન કરવા
- આંગળા ચાટ્યે પેટ ન ભરાય
- આંગળી ચિન્ધ્યાનું પુણ્ય
- આંગળી દેતાં પહોંચો પકડે
- આંગળીથી નખ વેગળા જ રહે
- આંગળીના વેઢે ગણાય એટલાં
- આંતરડી દૂભવવી
- આંધળામાં કાણો રાજા
- આંધળી દળે ને કૂતરા ખાય
- આંધળે બહેરું કૂટાય
- આંધળો ઓકે સોને રોકે
- ઈટનો જવાબ પથ્થર
- ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન
- ઉડતા પંખીને પાડે તેવો હોંશિયાર
- ઉતર્યો અમલદાર કોડીનો
- ઉતાવળે આંબા ન પાકે
- ઉંઠા ભણાવવા
- ઉંદર બિલાડીની રમત
- ઉંદરની જેમ ફૂંકી ફંકીને કરડવું
- ઊલમાંથી ચૂલમાં પડવા જેવો ઘાટ
- ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકરો
- ઊંટની પીઠે તણખલું
- ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા
- ઊંડા પાણીમાં ઉતરવું નહિ
- ઊંધા રવાડે ચડાવી દેવું
- ઊંધી ખોપરી
- એક કરતાં બે ભલા
- એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવું
- એક કાંકરે બે પક્ષી મારવા
- એક ઘા ને બે કટકા
- એક દી મહેમાન, બીજે દી મહી, ત્રીજે દી રહે તેની અક્કલ ગઈ
- એક નન્નો સો દુ:ખ હણે
- એક નૂર આદમી હજાર નૂર કપડાં
- એક પગ દૂધમાં ને એક પગ દહીંમાં
- એક ભવમાં બે ભવ કરવા
- એક મરણિયો સોને ભારી પડે
- એક મ્યાનમાં બે તલવાર ન રહે
- એક સાંધે ત્યાં તેર તૂટે
- એક હાથે તાળી ન પડે
- એકનો બે ન થાય
- એના પેટમાં પાપ છે
- એનો કોઈ વાળ વાંકો ન કરી શકે
- એરણની ચોરી ને સોયનું દાન
- એલ-ફેલ બોલવું
- ઓછું પાત્ર ને અદકું ભણ્યો
- ઓળખીતો સિપાઈ બે દંડા વધુ મારે
- કજિયાનું મોં કાળું
- કમળો હોય તેને પીળું દેખાય
- કમાઉ દીકરો સૌને વહાલો લાગે
- કરમ કોડીના અને લખણ લખેશરીના
- કરો કંકુના
- કરો તેવું પામો, વાવો તેવું લણો
- કર્મીની જીભ, અકર્મીના ટાંટીયા
- કાકા મટીને ભત્રીજા ન થવાય
- કાખમાં છોકરું ને ગામમાં ઢંઢેરો
- કાગડા બધે ય કાળા હોય
- કાગડો દહીંથરું લઈ ગયો
- કાગના ડોળે રાહ જોવી
- કાગનું બેસવું ને ડાળનું પડવું
- કાગનો વાઘ કરવો
- કાચા કાનનો માણસ
- કાચું કાપવું
- કાન છે કે કોડિયું?
- કાન પકડવા
- કાન ભંભેરવા/કાનમાં ઝેર રેડવું
- કાનનાં કીડા ખરી પડે તેવી ગાળ
- કાનાફૂંસી કરવી
- કાપો તો લોહી ન નીકળે તેવી સ્થિતિ
- કામ કામને શિખવે
- કામના કૂડા ને વાતોના રૂડા
- કારતક મહિને કણબી ડાહ્યો
- કાળા અક્ષર ભેંશ બરાબર
- કાંચિડાની જેમ રંગ બદલવા
- કાંટો કાંટાને કાઢે
- કીડી પર કટક
- કીડીને કણ અને હાથીને મણ
- કીધે કુંભાર ગધેડે ન ચડે
- કુકડો બોલે તો જ સવાર પડે એવું ન હોય
- કુલડીમાં ગોળ ભાંગવો
- કુંન્ડુ કથરોટને હસે
- કુંભાર કરતાં ગધેડા ડાહ્યાં
- કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ રહે
- કૂતરાનો સંઘ કાશીએ ન પહોંચે
- કૂતરું કાઢતા બિલાડું પેઠું
- કૂવામાં હોય તો અવેડામાં આવે
- કેટલી વીસે સો થાય તેની ખબર પડવી
- કેસરિયા કરવા
- કોઈની સાડીબાર ન રાખે
- કોઠી ધોઈને કાદવ કાઢવો
- કોણીએ ગોળ ચોપડવો
- કોથળામાં પાનશેરી રાખીને મારવો
- કોથળામાંથી બિલાડું કાઢવું
- કોના બાપની દિવાળી
- કોની માંએ સવા શેર સૂંઠ ખાધી છે
- કોલસાની દલાલીમાં કાળા હાથ
- ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી?
- ખણખોદ કરવી
- ખંગ વાળી દેવો
- ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે
- ખાટલે મોટી ખોટ કે પાયો જ ન મળે
- ખાડો ખોદે તે પડે
- ખાતર ઉપર દીવો
- ખાલી ચણો વાગે ઘણો
- ખાળે ડૂચા અને દરવાજા મોકળા
- ખિસ્સા ખાલી ને ભભકો ભારી
- ખીલાના જોરે વાછરડું કૂદે
- ખેલ ખતમ, પૈસા હજમ
- ખેંચ તાણ મુઝે જોર આતા હૈ
- ખોદે ઉંદર અને ભોગવે ભોરિંગ
- ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઉંદર
- ગઈ તિથિ જોશી પણ ન વાંચે
- ગગા મોટો થા પછી પરણાવશું
- ગતકડાં કાઢવા
- ગધેડા ઉપર અંબાડી
- ગધેડાને તાવ આવે તેવી વાત
- ગરજ સરી એટલે વૈદ વેરી
- ગરજવાનને અક્કલ ન હોય
- ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે
- ગંજીનો કૂતરો, ન ખાય ન ખાવા દે
- ગાજરની પીપૂડી વાગે ત્યાં સુધી વગાડવાની ને પછી ખાઈ જવાની
- ગાજ્યા મેઘ વરસે નહિ ને ભસ્યા કૂતરા કરડે નહિ
- ગાડા નીચે કૂતરું
- ગાડી પાટે ચડાવી દેવી
- ગાભા કાઢી નાખવા
- ગામ હોય ત્યાં ઉકરડો પણ હોય
- ગામના મહેલ જોઈ આપણાં ઝૂંપડાં તોડી ન નખાય
- ગામના મોંએ ગરણું ન બંધાય
- ગાય દોહી કૂતરાને પાવું
- ગાંઠના ગોપીચંદન
- ગાંડા સાથે ગામ જવું ને ભૂતની કરવી ભાઈબંધી
- ગાંડાના ગામ ન વસે
- ગાંડી માથે બેડું
- ગાંડી સાસરે ન જાય અને ડાહીને શિખામણ આપે
- ગાંધી-વૈદનું સહીયારું
- ગેંગે-ફેંફે થઈ જવું
- ગોળ ખાધા વેંત જુલાબ ન લાગે
- ગોળ નાખો એટલું ગળ્યું લાગે
- ગોળથી મરતો હોય તો ઝેર શું કામ પાવું?
- ગ્રહણ ટાણે સાપ નીકળવો
- ઘડો-લાડવો કરી નાખવો
- ઘર ફૂટે ઘર જાય
- ઘર બાળીને તીરથ ન કરાય
- ઘરડા ગાડા વાળે
- ઘરડી ઘોડી લાલ લગામ
- ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટો
- ઘરની દાઝી વનમાં ગઈ તો વનમાં લાગી આગ
- ઘરની ધોરાજી ચલાવવી
- ઘરમાં હાંડલા કુસ્તી કરે તેવી હાલત
- ઘરે ધોળો હાથી બાંઘવો
- ઘાણીનો બળદ ગમે તેટલું ચાલે પણ રહે જ્યાં હતો ત્યાં જ
- ઘી ઢોળાયું તો ખીચડીમાં
- ઘી-કેળાં થઈ જવા
- ઘીના ઠામમાં ઘી પડી રહ્યું
- ઘેર ઘેર માટીના ચૂલા
- ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય
- ઘોડે ચડીને આવવું
- ઘોરખોદિયો
- ઘોંસ પરોણો કરવો
- ચકીબાઈ નાહી રહ્યાં
- ચડાઉ ધનેડું
- ચપટી ધૂળની ય જરૂર પડે
- ચપટી મીઠાની તાણ
- ચમડી તૂટે પણ દમડી ન છૂટે
- ચમત્કાર વિના નમસ્કાર નહિ
- ચલક ચલાણું ઓલે ઘેર ભાણું
- ચાદર જોઈને પગ પહોળા કરાય
- ચાર મળે ચોટલા તો ભાંગે કૈંકના ઓટલા
- ચાલતી ગાડીએ ચડી બેસવું
- ચીભડાના ચોરને ફાંસીની સજા
- ચીંથરે વીંટાળેલું રતન
- ચેતતા નર સદા સુખી
- ચોર કોટવાલને દંડે
- ચોર પણ ચાર ઘર છોડે
- ચોરની દાઢીમાં તણખલું
- ચોરની માં કોઠીમાં મોં ઘાલીને રૂએ
- ચોરની માંને ભાંડ પરણે
- ચોરની વાદે ચણા ઉપાડવા જવું
- ચોરને કહે ચોરી કરજે અને સિપાઈને કહે જાગતો રહેજે
- ચોરને ઘેર ચોર પરોણો
- ચોરનો ભાઈ ઘંટીચોર
- ચોરી પર શીનાજોરી
- ચોળીને ચીકણું કરવું
- ચૌદમું રતન ચખાડવું
- છકી જવું
- છક્કડ ખાઈ જવું
- છછૂંદરવેડા કરવા
- છઠ્ઠીનું ધાવણ યાદ આવી જવું
- છાગનપતિયાં કરવા
- છાજિયા લેવા
- છાતી પર મગ દળવા
- છાપરે ચડાવી દેવો
- છાશ લેવા જવી અને દોણી સંતાડવી
- છાશમાં માખણ જાય અને વહુ ફુવડ કહેવાય
- છાસિયું કરવું
- છિનાળું કરવું
- છીંડે ચડ્યો તે ચોર
- છોકરાંને છાશ ભેગા કરવા
- છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય
- જણનારીમાં જોર ન હોય તો સૂયાણી શું કરે ?
- જનોઈવઢ ઘા
- જમણમાં લાડુ અને સગપણમાં સાઢુ
- જમવામાં જગલો અને કૂટવામાં ભગલો
- જમાઈ એટલે દશમો ગ્રહ
- જર, જમીન ને જોરું, એ ત્રણ કજિયાના છોરું
- જશને બદલે જોડા
- જંગ જીત્યો રે મારો કાણિયો, વહુ ચલે તબ જાણિયો
- જા બિલાડી મોભામોભ
- જા બિલ્લી કૂત્તે કો માર
- જાગ્યા ત્યાંથી સવાર
- જાડો નર જોઈને સુળીએ ચડાવવો
- જાતે પગ પર કુહાડો મારવો
- જીભ આપવી
- જીભ કચરવી
- જીભમાં હાડકું ન હોય, તે આમ પણ વળે અને તેમ પણ વળે
- જીવતા જગતીયું કરવું
- જીવતો નર ભદ્રા પામે
- જીવવું થોડું ને જંજાળ ઝાઝી
- જીવો અને જીવવા દો
- જીવ્યા કરતાં જોયું ભલું
- જે ચડે તે પડે
- જે જન્મ્યું તે જાય
- જે નમે તે સૌને ગમે
- જે ફરે તે ચરે
- જે વાર્યા ન વરે તે હાર્યા વરે
- જેસલ હટે જવભર ને તોરલ હટે તલભર
- જેટલા મોં તેટલી વાતો
- જેટલો ગોળ નાખો તેટલું ગળ્યું લાગે
- જેટલો બહાર છે તેથી વધુ ભોંયમાં છે
- જેના લગન હોય તેના જ ગીત ગવાય
- જેના હાથમાં તેના મોંમા
- જેની લાઠી તેની ભેંસ
- જેનું ખાય તેનું ખોદે
- જેનું નામ તેનો નાશ
- જેને કોઈ ન પહોંચે તેને પેટ પહોંચે
- જેને રામ રાખે તેને કોણ ચાખે
- જેનો આગેવાન આંધળો તેનું કટક કૂવામાં
- જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી
- જેવા સાથે તેવા
- જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ
- જેવી સોબત તેવી અસર
- જેવું કામ તેવા દામ
- જેવો ગોળ વિનાનો કંસાર એવો મા વિનાનો સંસાર
- જેવો દેશ તેવો વેશ
- જેવો સંગ તેવો રંગ
- જોશીના પાટલે અને વૈદના ખાટલે
- જ્યાં ગોળ હોય ત્યાં માખી બમણતી આવે જ
- જ્યાં ચાહ ત્યાં રાહ
- જ્યાં સંપ ત્યાં જંપ
- જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી આશ
- ઝાઝા રસોઈયા રસોઈ બગાડે
- ઝાઝા હાથ રળિયામણા
- ઝાઝા હાંડલા ભેગા થાય તો ખખડે પણ ખરા
- ઝાઝી કીડી સાપને ખાઈ જાય
- ઝાઝી સૂયાણી વિયાંતર બગાડે
- ઝેરના પારખા ન હોય
- ટકાની ડોશી અને ઢબુનું મૂંડામણ
- ટાઢા પહોરની તોપ ફોડવી
- ટાઢા પાણીએ ખસ ગઈ
- ટાલિયા નર કો'ક નિર્ધન
- ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય
- ટોપી ફેરવી નાખવી
- ઠોઠ નિશાળિયાને વૈતરણા ઝાઝા
- ડહાપણની દાઢ ઉગવી
- ડાબા હાથની વાત જમણાને ખબર ન પડે
- ડાહીબાઈને બોલાવો ને ખીરમાં મીઠું નખાવો
- ડાંગે માર્યા પાણી જુદા ન પડે
- ડુંગર દૂરથી રળિયામણા
- ડૂબતો માણસ તરણું પકડે
- ડોશી મરે તેનો ભો નથી, જમ ઘર ભાળી જાય તેનો વાંધો છે
- ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મર
- તમાચો મારી ગાલ લાલ રાખવો
- તલમાં તેલ નથી
- તલવારની ધાર ઉપર ચાલવું
- તારા જેવા તાંબિયાના તેર મળે છે
- તારા બાપનું કપાળ
- તારી અક્કલ ક્યાં ઘાસ ચરવા ગઈ હતી?
- તારું મારું સહીયારું ને મારું મારા બાપનું
- તાલમેલ ને તાશેરો
- તાંબિયાની તોલડી તેર વાના માંગે
- તીરથે જઈએ તો મૂંડાવું તો પડે જ
- તીસમારખાં
- તુંબડીમાં કાંકરા
- તેજીને ટકોરો, ગધેડાને ડફણાં
- તેલ જુઓ તેલની ધાર જુઓ
- તેલ પાઈને એરંડિયું કાઢવું
- તોબા પોકારવી
- તોળી તોળીને બોલવું
- ત્રણ સાથે જાય તો થાય ત્રેખડ ને માથે પડે ભેખડ
- ત્રેવડ ત્રીજો ભાઈ છે
- થાબડભાણા કરવા
- થાય તેવા થઈએ ને ગામ વચ્ચે રહીએ
- થૂંકના સાંધા કેટલા ટકે?
- થૂંકેલું પાછું ગળવું
- દયા ડાકણને ખાય
- દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે
- દળી, દળીને ઢાંકણીમાં
- દશેરાના દિવસે જ ઘોડુ ન દોડે
- દાઝ્યા પર ડામ
- દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી
- દાણો દબાવી જોવો
- દાધારિંગો
- દાનત ખોરા ટોપરા જેવી
- દામ કરે કામ અને બીબી કરે સલામ
- દાળમાં કાળું
- દાંત કાઢવા
- દાંત ખાટા કરી નાખવા
- દાંતે તરણું પકડવું
- દિ ભરાઈ ગયા છે
- દિવાલને પણ કાન હોય
- દીકરી એટલે સાપનો ભારો
- દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
- દીવા તળે અંધારું
- દુ:ખતી રગ દબાવવી
- દુ:ખનું ઓસડ દહાડા
- દુ:ખે છે પેટ અને કૂટે છે માથું
- દુકાળમાં અધિક માસ
- દૂઝતી ગાયની લાત ભલી
- દૂધ પાઈને સાપ ઉછેરવો
- દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખવું
- દૂધનો દાઝેલો છાસ પણ ફૂંકી ફૂંકીને પીએ
- દે દામોદર દાળમાં પાણી
- દેખવું નહિ અને દાઝવું નહિ
- દેવ દેવલા સમાતા ન હોય ત્યાં પૂજારાને ક્યાં બેસાડવા
- દોડવું હતું ને ઢાળ મળ્યો
- દોરડી બળે પણ વળ ન છૂટે
- દ્રાક્ષ ખાટી છે
- ધકેલ પંચા દોઢસો
- ધણીની નજર એક, ચોરની નજર ચાર
- ધનોત-પનોત કાઢી નાખવું
- ધરતીનો છેડો ઘર
- ધરમ કરતાં ધાડ પડી
- ધરમ ધક્કો
- ધરમના કામમાં ઢીલ ન હોય
- ધરમની ગાયના દાંત ન જોવાય
- ધાર્યું ધણીનું થાય
- ધીરજના ફળ મીઠા હોય
- ધોકે નાર પાંસરી
- ધોબીનો કૂતરો, નહિ ઘરનો નહિ ઘાટનો
- ધોયેલ મુળા જેવો
- ધોળા દિવસે તારા દેખાવા
- ધોળામાં ધૂળ પડી
- ધોળિયા સાથે કાળિયો રહે, વાન ન આવે, સાન તો આવે
- ન ત્રણમાં, ન તેરમાં, ન છપ્પનના મેળમાં
- ન બોલ્યામાં નવ ગુણ
- ન મળી નારી એટલે સહેજે બાવા બ્રહ્મચારી
- ન મામા કરતા કહેણો મામો સારો
- નકલમાં અક્કલ ન હોય
- નગારખાનામાં પીપૂડીનો અવાજ ક્યાંથી સંભળાય?
- નદીના મૂળ અને ઋષિના કુળ ન શોધાય
- નબળો ધણી બૈરી પર શૂરો
- નમાજ પડતા મસીદ કોટે વળગી
- નરમ ઘેંશ જેવો
- નવ ગજના નમસ્કાર
- નવરો ધૂપ
- નવરો બેઠો નખ્ખોદ કાઢે
- નવાણિયો કૂટાઈ ગયો
- નવાણુંનો ધક્કો લાગવો
- નવી વહુ નવ દહાડા
- નવે નાકે દિવાળી
- નવો મુલ્લો બાંગ વધુ પોકારે
- નસીબ અવળા હોય તો ભોંયમાંથી ભાલા ઊભા થાય
- નસીબ બેઠેલાનું બેઠું રહે, દોડતાનું દોડતું રહે
- નસીબનો બળિયો
- નાક કપાઈ જવું
- નાક કપાવી અપશુકન ન કરાવાય
- નાકે છી ગંધાતી નથી
- નાગાને નાવું શું અને નીચોવવું શું ?
- નાચવું ન હોય તો આંગણું વાંકુ
- નાણા વગરનો નાથીયો, નાણે નાથાલાલ
- નાતનો માલ નાત જમે, મુસાભાઈના વા ને પાણી
- નાના મોઢે મોટી વાત
- નાનો પણ રાઈનો દાણો
- નીર-ક્ષીર વિવેક
- નેવાના પાણી મોભે ના ચડે
- પઈની પેદાશ નહિ ને ઘડીની ફુરસદ નહિ
- પડી પટોડે ભાત, ફાટે પણ ફીટે નહિ
- પડ્યા પર પાટું
- પડ્યો પોદળો ધૂળ ઉપાડે
- પઢાવેલો પોપટ
- પત્તર ખાંડવી
- પથ્થર ઉપર પાણી
- પરણ્યા નથી પણ પાટલે તો બેઠા છો ને?
- પવન પ્રમાણે સઢ ફેરવવો
- પહેલું સુખ તે જાતે નર્યા
- પહેલો ઘા પરમેશ્વરનો
- પંચ કહે તે પરમેશ્વર
- પાકા ઘડે કાંઠા ન ચડે
- પાઘડી ફેરવી નાખવી
- પાઘડીનો વળ છેડે
- પાણી પહેલા પાળ બાંધી લેવી સારી
- પાણી પાણી કરી નાખવું
- પાણી ફેરવવું
- પાણીમાં બેસી જવું
- પાણીમાં રહીને મગર સાથે વેર ન બંધાય
- પાણીમાંથી પોરા કાઢવા
- પાનો ચડાવવો
- પાપ છાપરે ચડીને પોકારે
- પાપડી ભેગી ઈયળ બફાય
- પાપી પેટનો સવાલ છે
- પારકા કજિયા ઉછીના ન લેવાય
- પારકી આશ સદા નિરાશ
- પારકી છઠ્ઠીનો જાગતલ
- પારકી મા જ કાન વિંધે
- પારકી લેખણ, પારકી શાહી, મત્તું મારે માવજીભાઈ
- પારકે પૈસે દિવાળી
- પારકે ભાણે લાડુ મોટો દેખાય
- પાશેરામાં પહેલી પુણી છે
- પાંચમની છઠ્ઠ ક્યારે ન થાય
- પાંચમાં પૂછાય તેવો
- પાંચે ય આંગળી ઘીમાં
- પાંચે ય આંગળી સરખી ન હોય
- પાંચે ય આંગળીએ દેવ પૂજવા
- પિયરની પાલખી કરતાં સાસરિયાની સૂળી સારી
- પીઠ પાછળ ઘા
- પીળું તેટલું સોનું નહિ, ઊજળું તેટલું દૂધ નહિ
- પુત્રના લક્ષણ પારણામાંથી ને વહુના લક્ષણ બારણામાંથી
- પેટ કરાવે વેઠ
- પેટ ચોળીને શૂળ ઊભું ન કરાય
- પેટ છે કે પાતાળ ?
- પેટનો બળ્યો ગામ બાળે
- પેટિયું રળી લેવું
- પેટે પાટા બાંધવા
- પૈસા તો ડાબા હાથનો મેલ છે
- પોચું ભાળી જવું
- પોતાની ગલીમાં કુતરો પણ સિંહ
- પોતાનો કક્કો જ ખરો કરવો
- પોથી માંહેના રીંગણા
- પોદળામાં સાંઠો
- પોપટીયું જ્ઞાન
- પોપાબાઈનું રાજ
- પોલ ખૂલી ગઈ
- ફઈને મૂછ ઉગે તો તેને કાકો કહેવાય
- ફાટીને ધુમાડે જવું
- ફાવ્યો વખણાય
- ફાંકો રાખવો
- ફુલ નહિ તો ફુલની પાંખડી
- ફૂલાઈને ફાળકો થઈ જવું
- ફૂંકી ફૂંકીને પગ મૂકવો
- બકરું કાઢતા ઊંટ પેઠું
- બગભગત
- બગાસું ખાતા પતાસું મળ્યું
- બત્રીસ કોઠે દીવા પ્રગટ્યા
- બધો ભાર કન્યાની કેડ પર
- બલિદાનનો બકરો
- બળતું ઘર કૃષ્ણાર્પણ કરવું
- બળિયાના બે ભાગ
- બાઈ બાઈ ચારણી
- બાડા ગામમાં બે બારશ
- બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા
- બાપ શેર તો દીકરો સવા શેર
- બાપના કૂવામાં ડુબી ન મરાય
- બાપનું વહાણ ને બેસવાની તાણ
- બાપે માર્યા વેર
- બાફી મારવું
- બાર ગાઉએ બોલી બદલાય
- બાર બાવા ને તેર ચોકા
- બાર વરસે બાવો બોલ્યો, જા બેટા દુકાળ પડશે
- બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી
- બારે મેઘ ખાંગા થવા
- બારે વહાણ ડૂબી જવા
- બાવળ વાવો તો કાંટા ઉગે અને આંબો વાવો તો કેરી મળે
- બાવાના બેઉ બગડ્યા
- બાવો ઉઠ્યો બગલમાં હાથ
- બાંધી મુઠ્ઠી લાખની, ઉઘાડી વા ખાય
- બિલાડીના કીધે શિંકુ ન ટૂટે
- બિલાડીના પેટમાં ખીર ન ટકે, બૈરાંના પેટમાં વાત ન ટકે
- બિલાડીની ડોકે ઘંટ બાંધે કોણ?
- બીજાની ચિતા પર પોતાની ભાખરી શેકી લેવી
- બીડું ઝડપવું
- બે ઘરનો પરોણો ભૂખે મરે
- બે પાડા લડે તેમાં ઝાડનો ખો નીકળે
- બે પાંદડે થવું
- બે બદામનો માણસ
- બે બાજુની ઢોલકી વગાડવી
- બેઉ હાથમાં લાડવા
- બૈરાંની બુદ્ધિ પગની પાનીએ
- બોડી-બામણીનું ખેતર
- બોલે તેના બોર વેંચાય
- બંધ બેસતી પાઘડી પહેરી લેવી
- બ્રાહ્મણી વંઠે તો તરકડે જાય
- ભડનો દીકરો
- ભણેલા ભીંત ભૂલે
- ભલભલાને ભૂ પાઈ દેવું
- ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ
- ભાગતા ભૂતની ચોટલી ભલી
- ભાગ્યશાળીને ભૂત રળે
- ભાંગરો વાટવો
- ભાંગ્યાનો ભેરુ
- ભાંગ્યું તો ય ભરુચ
- ભાંડો ફૂટી ગયો
- ભીખના હાંલ્લા શિકે ન ચડે
- ભુવો ધૂણે પણ નાળિયેર તો ઘર ભણી જ ફેંકે
- ભૂત ગયું ને પલિત આવ્યું
- ભૂતનું સ્થાનક પીપળો
- ભૂલ્યા ત્યાંથી ફરી ગણો
- ભૂંડાથી ભૂત ભાગે
- ભેખડે ભરાવી દેવો
- ભેજાગેપ
- ભેજાનું દહીં કરવું
- ભેંશ આગળ ભાગવત
- ભેંશ ભાગોળે, છાસ છાગોળે અને ઘેર ધમાધમ
- ભેંશના શીંગડા ભેંશને ભારી
- મગ જે પાણીએ ચડતા હોય તે પાણીએ જ ચડાવાય
- મગજમાં રાઈ ભરાઈ જવી
- મગનું નામ મરી ન પાડે
- મગરનાં આંસુ સારવા
- મણ મણની ચોપડાવવી
- મન હોય તો માળવે જવાય
- મન, મોતી ને કાચ, ભાંગ્યા સંધાય નહિ
- મનનો ઉભરો ઠાલવવો
- મનમાં પરણવું ને મનમાં રાંડવું
- મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા
- મરચા લાગવા
- મરચાં લેવા
- મરચાં વાટવા
- મરચું-મીઠું ભભરાવવું
- મરતાને સૌ મારે
- મરતો ગયો ને મારતો ગયો
- મસાણમાંથી મડા બેઠા કરવા
- મસીદમાં ગયું'તું જ કોણ?
- મહેતો મારે ય નહિ અને ભણાવે ય નહિ
- મળે તો ઈદ, ન મળે તો રોજા
- મંકોડી પહેલવાન
- મા તે મા, બીજા બધા વગડાના વા
- માખણ લગાવવું
- માણસ માત્ર ભૂલને પાત્ર
- માથા માથે માથું ન રહેવું
- માથે દુખનાં ઝાડ ઉગવા
- માથે પડેલા મફતલાલ
- મામા બનાવવા
- મામો રોજ લાડવો ન આપે
- મારવો તો મીર
- મારા છગન-મગન બે સોનાના, ગામનાં છોકરાં ગારાના
- મારે મીર ને ફૂલાય પીંજારો
- માં કરતાં માસી વહાલી લાગે
- માં તેવી દીકરી, ઘડો તેવી ઠીકરી
- માંગ્યા વિના મા પણ ન પીરસે
- મિયાં પડ્યા પણ ટંગડી ઊંચી
- મિયાંની મીંદડી
- મીઠા ઝાડના મૂળ ન ખવાય
- મુલ્લાની દોડ મસીદ સુધી
- મુવા નહિ ને પાછા થયા
- મુસાભાઈના વા ને પાણી
- મૂઈ ભેંશના ડોળા મોટા
- મૂછે વળ આપવો
- મૂડી કરતાં વ્યાજ વધુ વહાલું હોય
- મૂરખ મિત્ર કરતાં દાનો દુશ્મન સારો
- મૂરખના ગાડાં ન ભરાય
- મેથીપાક આપવો
- મેરી બિલ્લી મૂઝસે મ્યાઉં
- મેલ કરવત મોચીના મોચી
- મોઢાનો મોળો
- મોઢામાં મગ ભર્યા છે?
- મોઢું જોઈને ચાંદલો કરાય
- મોરના ઈંડાને ચીતરવા ન પડે
- મોસાળમાં જમણ અને મા પીરસનાર
- મોં કાળું કરવું
- મોં પરથી માંખી ઉડતી નથી
- મોં માથાના મેળ વિનાની વાત
- યથા રાજા તથા પ્રજા
- રાઈના પડ રાતે ગયા
- રાજા, વાજા ને વાંદરા, ત્રણેય સરખા
- રાજાને ગમી તે રાણી, છાણા વીણતી આણી
- રાત ગઈ અને વાત ગઈ
- રાત થોડી ને વેશ ઝાઝા
- રાતે પાણીએ રોવાનો વખત
- રામ રમાડી દેવા
- રામ બોલો ભાઈ રામ થઈ જવું/રામશરણ પહોંચવું
- રામના નામે પથ્થર તરે
- રામબાણ વાગ્યા હોય તે જાણે
- રાંડ્યા પછીનું ડહાપણ
- રાંધવા ગયા કંસાર અને થઈ ગયું થૂલું
- રાંધેલ ધાન રઝળી પડ્યા
- રૂપ રૂપનો અંબાર
- રોગ ને શત્રુ ઉગતાં જ ડામવા પડે
- રોજની રામાયણ
- રોટલાથી કામ કે ટપટપથી
- રોતા રોતા જાય તે મુવાની ખબર લઈ આવે
- રોદણા રોવા
- લખણ ન મૂકે લાખા
- લગને લગને કુંવારા લાલ
- લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય
- લંકાની લાડી ને ઘોઘાનો વર
- લંગોટીયો યાર
- લાકડાના લાડુ ખાય તે પસ્તાય અને ન ખાય તે પણ પસ્તાય
- લાકડાની તલવાર ચલાવવી
- લાકડે માંકડું વળગાવી દેવું
- લાખો મરજો પણ લાખોનો પાલનહાર ન મરજો
- લાગ્યું તો તીર, નહિ તો તુક્કો
- લાજવાને બદલે ગાજવું
- લાલો લાભ વિના ન લોટે
- લાંબા જોડે ટૂંકો જાય, મરે નહિ તો માંદો થાય
- લીલા લહેર કરવા
- લે લાકડી ને કર મેરાયું
- લોઢાના ચણા ચાવવા
- લોઢું લોઢાને કાપે
- લોભને થોભ ન હોય
- લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે
- લોભે લક્ષણ જાય
- વખાણેલી ખીચડી દાઢે વળગે
- વટનો કટકો
- વઢકણી વહુ ને દિકરો જણ્યો
- વર મરો કે કન્યા મરો, ગોરનું તરભાણું ભરો
- વરને કોણ વખાણે? વરની માં!
- વરસના વચલા દહાડે
- વહેતા પાણી નિર્મળા
- વહેતી ગંગામાં ડુબકી લગાવવી
- વહેમનું કોઈ ઓસડ નથી
- વહોરાવાળું નાડું પકડી ન રખાય
- વા વાતને લઈ જાય
- વાઘ પર સવારી કરવી સહેલી છે પણ નીચે ઉતરવું અઘરું છે
- વાઘને કોણ કહે કે તારુ મોં ગંધાય છે
- વાડ ચીભડા ગળે
- વાડ વિના વેલો ઉપર ન ચડે
- વાણિયા વાણિયા ફેરવી તોળ
- વાણિયા વિદ્યા કરવી
- વાણિયાની મૂછ નીચી તો કહે સાત વાર નીચી
- વાણિયો રીઝે તો તાળી આપે
- વાત ગળે ઉતરવી
- વાતનું વતેસર કરવું
- વાતમાં કોઈ દમ નથી
- વારા ફરતો વારો, મારા પછી તારો, મે પછી ગારો
- વાર્યા ન વળે તે હાર્યા વળે
- વાવડી ચસ્કી
- વાળંદના વાંકા હોય તો કોથળીમાંથી કરડે
- વાંઢાને કન્યા જોવા ન મોકલાય
- વાંદરાને સીડી ન અપાય
- વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ ન ભૂલે
- વિદ્યા વિનયથી શોભે
- વિના ચમત્કાર નહિ નમષ્કાર
- વિનાશકાળે વિપરીત બુદ્ધિ
- વિશનખી વાઘણ
- વિશ્વાસે વહાણ તરે
- વિંછીના દાબડામાં હાથ નાખીએ તો પરિણામ શું આવે?
- વેંત એકની જીભ
- શંકા ભૂત અને મંછા ડાકણ
- શાંત પાણી ઊંડા હોય
- શાંતિ પમાડે તે સંત
- શિયા વિયાં થઈ જવું
- શિયાળ તાણે સીમ ભણી અને કૂતરું તાણે ગામ ભણી
- શીરા માટે શ્રાવક ન થવાય
- શીંગડા, પૂંછડા વિનાનો આખલો
- શેક્યો પાપડ ભાંગવાની તાકાત નથી
- શેઠ કરતાં વાણોતર ડાહ્યાં
- શેઠની શિખામણ ઝાંપા સુધી
- શેર માટીની ખોટ
- શેરના માથે સવા શેર
- શોભાનો ગાંઠીયો
- સઈની સાંજ ને મોચીની સવાર ક્યારે ય આવે નહિ
- સતી શાપ આપે નહિ અને શંખણીના શાપ લાગે નહિ
- સત્તા આગળ શાણપણ નકામું
- સસ્તુ ભાડું ને સિદ્ધપુરની જાત્રા
- સંઘર્યો સાપ પણ કામ આવે
- સંતોષી નર સદા સુખી
- સંસાર છે ચાલ્યા કરે
- સાચને આંચ ન આવે
- સાપ ગયા અને લીસોટા રહ્યા
- સાપના દરમાં હાથ નાખવો
- સાપને ઘેર સાપ પરોણો
- સાપે છછુંદર ગળ્યા જેવી હાલત
- સાંઠે બુદ્ધિ નાઠી
- સીદીભાઈને સીદકાં વહાલાં
- સીદીભાઈનો ડાબો કાન
- સીધી આંગળીએ ઘી ન નીકળે
- સીંદરી બળે પણ વળ ન મૂકે
- સુકા ભેગુ લીલું બળે
- સુખમાં સાંભરે સોની ને દુ:ખમાં સાંભરે રામ
- સુતારનું મન બાવળિયે
- સુરતનું જમણ ને કાશીનું મરણ
- સૂપડાં સાફ થઈ ગયાં
- સૂળીનો ઘા સોયથી સર્યો
- સેવા કરે તેને મેવા મળે
- સો દહાડા સાસુના તો એક દહાડો વહુનો
- સો વાતની એક વાત
- સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે રૂમઝૂમ
- સોના કરતાં ઘડામણ મોંઘું
- સોનાની થાળીમાં લોઢાનો મેખ
- સોનાનો સુરજ ઉગવો
- સોનામાં સુગંધ મળે
- સોનીના સો ઘા તો લુહારનો એક ઘા
- સોનું સડે નહિ ને વાણિયો વટલાય નહિ
- સોળે સાન, વીશે વાન
- સ્ત્રી ચરિત્રને કોણ પામી શકે ?
- સ્ત્રી રહે તો આપથી અને જાય તો સગા બાપથી
- હલકું લોહી હવાલદારનું
- હવનમાં હાડકાં હોમવા
- હવેલી લેતા ગુજરાત ખોઈ
- હસવું અને લોટ ફાકવો બન્ને સાથે ન થાય
- હસે તેનું ઘર વસે
- હળદરના ગાંઠીયે ગાંધી ન થવાય
- હળાહળ કળજુગ
- હાથ ઊંચા કરી દેવા
- હાથના કર્યા હૈયે વાગ્યા
- હાથમાં આવ્યું તે હથિયાર
- હાથી જીવે તો લાખનો, મરે તો સવા લાખનો
- હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા
- હાથીની પાછળ કૂતરા ભસે
- હાર્યો જુગારી બમણું રમે
- હિંમતે મર્દા તો મદદે ખુદા
- હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલે હાથ દઈ આવ્યો
- હું પહોળી ને શેરી સાંકડી
- હું મરું પણ તને રાંડ કરું
- હૈયું બાળવું તેના કરતા હાથ બાળવા સારા
- હૈયે છે પણ હોઠે નથી
- હૈયે રામ વસવા
- હોઠ સાજા તો ઉત્તર ઝાઝા
- હોળીનું નાળિયેર
- ક્ષમા વીરનું ભૂષણ છે
- હિન્દી કહેવતો
- શું થાય, બાવા બન્યા હૈ તો હિન્દી બોલ્યા વિના સૂટકા નહિ હૈ !
- અપના હાથ જગન્નાથ
- અબી બોલા અબી ફોક
- એક પંથ દો કાજ
- કાજી દૂબલે ક્યું તો બોલે સારે ગાંવકી ફીકર
- ખુદા મહેરબાન તો ગદ્ધા પહેલવાન
- ઘાયલકી ગત ઘાયલ જાને
- તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ
- તેરે માંગન બહોત તો મેરે ભૂપ અનેક
- પંચકી લકડી એક કા બોજ
- ભૂખે ભજન ન હોઈ ગોપાલા
- મન ચંગા તો કથરોટમેં ગંગા
- મફતકા ચંદન ઘસબે લાલિયા
- માન ન માન મૈં તેરા મહેમાન
- મિયાં-બીબી રાજી તો ક્યા કરેગા કાજી
- મુખમેં રામ, બગલમેં છૂરી
- રામનામ જપના પરાયા માલ અપના
- લાતોંકે ભૂત બાતોંસે નહીં માનતે
- લેને ગઈ પૂત ઔર ખો આઈ ખસમ
- વો દિન કહાં કિ મિયાં કે પાઉં મેં જૂતિયા
- સૌ ચૂહે મારકે બિલ્લી ચલી હજકો
રામ-ભરોસે !!!
ભારે ચરબીવાળુ શરીર ઉતારવા માટેનો અક્સીર ઈલાજ જન સેવા એજ પ્રભુ સેવા
સામગ્રી :- ૧) મેથી, ૨) અજમો , ૩) કાળી જીરી,
રીત :- જણાવેલ માપ/ પ્રમાણ ચોક્કસ છે.તેના ગુણાંક માં ઘર નાં સભ્યોની ગણત્તી કરીને પાવડર નીચે જણાવીઆ મુજબ બનાવવો.
૧ સભ્ય માટે ૫ સભ્યો માટે
મેથી ૫૦ ગ્રામ, x ૧ ) = ૫૦ ગ્રામ
અજમો ૨૦ ગ્રામ, x ૧ ) = ૨૦ ગ્રામ
કાળી જીરી ૧૦ ગ્રામ, x ૧ ) = ૧૦ ગ્રામ મેથી ૫૦ ગ્રામ, x ૫ ) = ૨૫૦ ગ્રામ
અજમો ૨૦ ગ્રામ, x ૫ ) = ૧૦૦ ગ્રામ
કાળી જીરી ૧૦ ગ્રામ, x ૫ ) = ૫૦ ગ્રામ
ઉપરોક્ત ચીજ વસ્તુઓ અલગ-અલગ ઇલેક્ટોનિક તોલ માપમાં તોલાવવી. ત્યારબાદ સાફ કરીને ત્તણેવ ને વારાફરતી કુમળા તાપમાને લોઢી ઉપર ધીમાં ગેસે શેકવી. ત્યારબાદ ત્તણેવ ને ભેગા કરીને મીક્ષર/ગ્રાઇન્ડમાં નાખીને પાવડર બનાવવો.ત્યારબાદ પારદર્શક કાચ ના ડબ્બા માં ભરવો.
ઉપયોગ :- સદર પાવડર રાત્તે જમ્યા બાદ સુતી વખતે એક ચમચી હુંફાળા ગરમ પાણી સાથે લેવી.આ પ્રયોગ માં હુંફાળું ગરમ પાણી અત્યંત આવશ્યક છે. જેની નોંધ લેવી.
સદર પાવડરને રોજ-રોજ નિયમીત લેવાથી શરીરમાં ખૂણા-ખાંચરામાં રહેલો ગંદો મેલ / ગંદકી,મળ તથા પેશાબ વાટે બહાર નીકળશે.
એક,બે કે ત્રણ માસ બાદ શરીરમાં રહેલી વધુ પળતી ચરબી તથા ગાંઠોના પડો આપમેળે ઓગળવા માંળશે.અને ચામડીમાં પળેલ કરચલીઓ જાણે કે કપડાને ઇ ઈસ્ત્રી કરતા હોય તેવા સ્વરૂપમાં આપમેળે ખેચાશે.અને તમારૂ શરીર સુંદર,સ્વરૂપમાન,હલકુ બનાવશે.
જેનો અનુભવ તમો જાતેજ અનુભવશો.
જીંદગી નિરોગી,આનંદદાયક,ચિંતારહીત,પ્રફુલ્લિત,આયુષ્ય વધૅક અચુક બનશે.ફાયદા માટે ઝેરોક્ષ વાંચવી.બીજા ફાયદાઓ જાતેજ અનુભવ પરથી થશે. આ પ્રયોગથી ડાયાબીટીસ જરૂર કંટ્રોલમાં રહેશે.જે દવા લેતા હોય તે લેતા રહેવી.આ પ્રયોગથી જીવન સ્વગૅસમું બનશે.દવા કોઈ વાર ન લેવાય તો પણ તેની કોઈ આળ-અસર થતી નથી,પણ બને ત્યા સુધી નીયમીત લેવી. ફાયદા :- ૧) હઠીલા વા કાયમને માટે નાબુદ થશે.
૨) હાડકાઓ મજબુત બનાવશે.
૩) કામ કરવાની કાર્યશક્તી સ્ફુર્તિદાયક બનાવશે.
૪) આંખોનું તેજ વધશે.
૫) વાળનો ગ્રોથ(વિકાસ)થશે.
૬) શરીરમાંથી કફ કાયમને માટે નાબુદ કરશે.
૭) શરીરમાં લોહીનું પરીભ્રમણ વેગવંતુ બનાવશે.
૮) શરીરમાં રહેલા લોહીની નલીકાઓનું શુદ્દીકરણ કરશે.
૯) લોહીમાં રહેલ ગુણધમ જાળવશે.
૧૦) યાદશકિતમાં વધારો કરશે.
૧૧) કાનમાં રહેલ બહેરાશ દુર કરશે.
૧૨) સ્ત્રીનું શરીર લગ્ન બાદ બેડોળ બન છે તેને સુડોળ બનાવશે.
૧૩) સ્ત્રીઓને જુવાનીમાં અને લગ્નતર જીવન બાદ થતી તકલીફોમાં રાહત અપાવશે.
૧૪) દાંત મજબુત બનાવશે.તેનુ ઇનેમલ જીવંત રાખશે.
૧૫) નપુંસક્તા હશેતો તે દૂર કરશે તેમજ વંશવેલાની વુધ્ધ માં તેજસ્વી જીવનો જન્મ કરાવશે.
૧૬) હદયનું વ્રકીગ કાર્યક્ષમ એટલે કે વેગવંતુ બનાવશે.
૧૭) ઘોડાની જેમ દોડતા કરશે.
૧૮) મેલેરીયા, કમળો, ટાઈફોઈડ, કૉલેરા, તાવ વિગેરે રોગો સામે પ્રતિકારક શકિત વધારશે.
૧૯) ભુતકાળ માં લીધેલ એલોપેથી દવાઓ તથા ભવિષ્યમાં લેવાની થાય તેવી એલોપેથી દવાની આડ અસર માંથી મુકતી અપાવશે.
૨૦) શરીરમાં પાણી દ્દારા ,હવા દ્દારા ,તાપમાન દ્દારા કે ઋતુઓ બદલાતા થતા રોગોમાંથી કાયમને માટે મુકિત અપાવશે. ૨૧)જુના કબજિયાત રોગોમાંથી મુકિત અપાવશે.
૨૨) હદય રોગના હુમલામાંથી મુકિત અપાવશે તેમજ શરીરમાં તથા હદયમાં રહેલ કોલેસ્ટેરોલનુ પ્ર્માણ બેહદ ધટાડવામાં મદદરૂપ થશે.
૨૩) શરીરમાં ચામડીનો રંગ ટામેટા જેવો ગુલાબી બનાવશે તથા ચામડીના રોગો જેવાકે ચામડી સુકાઈ જવી,ચામડી માં ચેળ આવવી,ચેહરા પર ફોલીય (pimple) થવી વીગેરે માંથી મુકિત અપાવશે.
૨૪) ગમે તે ઉમરના વ્યકિત ઉપયોગ કરી શકે છે.તેમજ ઉમર ગમે તે હોય તો પણ જુવાન જેવા લગાડવામાં ભરપુર સાથ આપશે.એટલે બુંઢાપો કદાપી નહી આવે તેવુ શરીર બનાવશે એટલે કે આયુષ્ય લાંબુ વધશે.
૨૫ )ખોરાક ગમે તે માત્તામાં એટલે કે ભારે તથા વદધુ લેવાય ગયો હોય તો તેને પચાવવામાં મદદરૂપ થશે.
૨૬) પડીકી,ગુટકા કે પાન-મસાલા જે ખાતા હોય તેની આડ અસર માંથી મુકતી અપાવશે.
ખાસ નોધ :-
૧)માંસાહાર ત્યજૉ અને નિરોગી બનો.માંસા નો આહાર કરવાથી દવાની અસર થતી નથી.
૨)મરેલા મડદા એટલે કે મટન કે ચીકનમા કોઇ વિટામીન કે શકિત નથી.દેશી ચના ભીના કરી તેમજ મગની દાળમાં દંશ ગણી તાકાત તેમજ વિટામીન છે.
૩)તમાકુ/ગુટકા ખાવાથી આ દવાની અસર થશે નહી ,પરંતુ મસાલાનુ પાન ખાશો તો વાધો નથી.
અનુભવ દ્વારા લખનાર :-__Rajesh H.Patel-9662004356. તમોને દવાથી ફાયદો લાગે તો તમે પણ આ નકલ ની ૧૦,૧૫,૨૦,,,, કોપી કઢાવી વહેચી સેવા કરજો.
જન સેવા એજ પ્રભુ સેવા
બીએમઆઈ (BMI) = [Body Weight શરીર કા વજન Kg કિ.ગ્રા.]/[Height ઊંચાઈ meter મીટર]2

Wednesday, September 22, 2010
આપણાં રોકાણોનો 'પીરામીડ' કેવો હોવો જોઈએ?'પીરામીડ'વિશે તો આપણે સૌ જાણીએ છીએ.ઈજીપ્તની ધરતી પર સદીઓથી અડીખમ,અડગ ઉભેલાં પીરામીડ એ આદર્શ સ્થાપત્યનો ઉતમ નમુનો છે.સદીઓથી ઊભેલાં પીરામીડો એ કેટ કેટલાંએ તોફાનો,ધરતીકંપ,હોનારતો,યુધ્ધો વગેરે જોયા હશે પરંતુ તે બધાંની વચ્ચે પણ પીરામીડ અડગ અને અડીખમ આજે પણ ઉભાં છે.તેનું કારણ એ છે કે પીરામીડ નું સ્ટ્ર્કચર એ રીતે તૈયાર કરવામાં આવેલું છે કે તેને દુનીયાનાં કોઈપણ તોફાનો હચમચાવી શકે જ નહીં.આપણાં રોકાણૉનાં સંદર્ભમાં જોઈએ તો આપણાં રોકાણોનો પીરામીડ પણ આવો જ હોય તો કેવું સારું?એટ્લે કે આપણાં રોકાણોનું સ્ટ્ર્કચર પણ એવું હોવું જોઈએ કે ગમે તેટલાં આર્થીક તોફાનો આવે જેમ કે વૈશ્વિક મંદી,આર્થીક કૌભાંડૉ,ડિમેટ સ્કેમ,હર્ષદ મહેતા સ્કેમ,કેતન પારેખ સ્કેમ કે સત્યમ સ્કેમ જેવાં કોઈપણ તોફાનો આવે તો પણ આપણાં રોકાણોનો પીરામીડ પણ ઈજીપ્ત નાં પીરામીડ ની જેમ જ અડીખમ અને અડગ ઉભો રહે.આ માટે વિશ્વનાં નિષ્ણાંત રોકાણ સલાહકારોએ રોકાણ માટેનાં એક આદર્શ પીરામીડ ની ભલામણ કરેલી છે જો આપણે પણ આપણાં રોકાણો આ મુજબ કરીએ તો આપણાં જીવનમાં આપણે તેમજ આપણાં પરીવારે ક્યારેય નાણાંકીય કટોકટીનો સામનો કરવો ના પડે.
રોકાણો નો 'પીરામીડ'
પહેલું રોકાણઃ ટર્મ ઈન્શ્યુરન્સ પોલીસીઆપણે કમાતાં થઈએ અને કુલ ઘરખર્ચ બાદ કરતાં જો આપણે થોડી ઘણી બચત કરી શકીએ તે મુજબની જો આપણી આવક હોય તો સૌ પ્રથમ કોઈપણ લાઈફ ઈન્શ્યુરન્સ કંપનીનો એક ટર્મ પ્લાન પોતાનાં જીવન પર લેવો જોઈએ.ટર્મ પ્લાન પ્રમાણમાં ખુબજ સસ્તાં હોય છે તેથી જેમ બને તેમ મોટી રકમનો વિમો લેવામાં આવે તો વધું સારું.આમ ટર્મ પ્લાન એ આપણાં રોકાણો નાં પીરામીડ નાં ચણતરની દિશા માં પહેલું પાયારુપી પગથીંયું છે.ટર્મ પ્લાન લેવાંથી સૌ પ્રથમ આપણે આપણાં પરીવારને સંપુર્ણ સુરક્ષા આપી દઈએ છીએ જેથી ભવીષ્યમાં આપણે ન પણ હોઈએ તો પણ આપણો પરીવાર નાણાંકીય કટૉ કટી માં સપડાતો નથી.
બીજું રોકાણઃ હોલ લાઈફ ઈન્શ્યુરન્સ પોલીસીટર્મ પ્લાનમાં રોકાણ કર્યાં પછી જો આપણી આવકમાં વધારો થાય અને કુલ ઘરખર્ચ તેમજ ટર્મ પ્લાનનું પ્રીમીયમ બાદ કરતાં પણ જો રકમ બચાવી શકાય તો બીજું રોકાણ આપણે કોઈપણ લાઈફ ઈન્શ્યુરન્સ કંપનીનાં હોલ લાઈફ પ્લાનમાં કરવું જોઈએ.હોલ લાઈફ પ્લાનમાં રોકાણ કરવાથી તમે તમારા કુટુંબ માટે જીંદગીભર ની નાણાંકીય સુરક્ષા તો મેળવો જ છો સાથે સાથે તમારાં માટે પણ તમે પાછળની જીંદગી ખુબ સારી રીતે વિતાવી શકો તે માટેનું નિશ્ચિત આયોજન અત્યારથી કરી લ્યો છો.
ત્રીજું રોકાણઃબેંક FD,સોનું,PPF,નાની બચત વગેરે
ઉપરનાં બે તબક્કા પસાર કર્યા પછી જો આપણી આવકમાં વધારો થયો હોય અને આપણે કુલ ઘરખર્ચ બાદ કરતાં પણ જો વધારે રકમ બચતી હોય તો હવે બેંક FD,સોનું,PPF,નાની બચત વગેરે જેવાં ઓછાં વળતર આપનારાં પણ સંપુર્ણ સલામત એવાં નાણાંકીય રોકાણનાં સાધનોમાં બચત કરી શકાય છે.પરંતુ જેમ આપણે વિમાનું પ્રીમીયમ નીયમીત રીતે ભરીએ છીએ તેમ જ આવાં સાધનોમાં પણ નીયમીત રીતે રોકાણ કરતું રહેવું જોઈએ.
ચોથું રોકાણઃમ્યુચલ ફંડ(શેરબજાર આધારીત)ઉપર મુજબનું નીયમીત રોકાણોનું આયોજન કર્યાં પછી પણ જો હજુ રકમ બચતી હોય તો શેરબજાર આધારીત મ્યુચલ ફંડમાં રોકાણ કરી થોંડું જોખમ લઈ શકાય.સીધું જ શેરમાં રોકાણ કરવાં કરતાં મ્યુચલ ફંડ દ્વારાં શેર માં રોકાણ કરવું વધારે હિતાવહ છે કારણ કે મ્યુચલ ફંડ કંપની નાં ફંડ મેનેજર્ર્સ જુદી જુદી કંપનીઓનાં શેર્ર્સ વિશે રાત દિવસ અભ્યાસ કરતાં હોય છે તેઓ તેનાં નિષ્ણાંત હોય છે તેથી આપણે કોઈની ટિપ્સમાં ભરમાઈન્ર કે છાપાંમાં વાંચીને શેર ખરીદવા કરતાં મ્યુચલ ફંડ દ્વારાં શેરમાં રોકાણ કરવું નાનાં રોકાણકારો માટે વધારે હિતાવહ છે તેમજ રોકાણો સામે વધારે ઉંચું વળતર મળવાની પણ સંભાવનાં છે પરંતુ આ રોકાણ જો લાંબાગાળા માટેનું હોય તો જ તેમાંથી મોટાં વળતરની અપેક્ષા રાખી શકાય.
પાંચમું રોકાણઃશેર (ઈક્વીટી)ઉપર મુજબનાં રોકાણનાં તબક્કા પાર કર્યાં પછી તમે શેરબજારમાં સીધું રોકાણ કરી શકો છો અને વધારે જોખમ લઈ મોટાં વળતરની અપેક્ષા રાખી શકાય છે.આ તબક્કે શેર બજારમાં રોકાણ કરવાથી તમને શેર બજારનાં ઉતાર ચઢાવ કે જોખમો ની બહુ ચિંતા નહીં રહે કારણકે તમે હવે રોકાણનાં એવાં તબક્કે પહોંચી ગયા છો કે તમે તેમજ તમારો પરીવાર સંપુર્ણ નાણાંકીય સુરક્ષા ધરાવતો હશે.તેથી આ તબક્કે તમે લાંબાગાળા માટે શેર માં રોકાંણ કરી ખુબ જ મોટું વળતર પણ મેળવી શકો છો.કોઈપણ કંપનીનાં શેર લેતાં પહેલાં તે કંપની વિશે ખુબ ઉંડો અભ્યાસ કરવો બહુ જરુરી છે ત્યાર બાદ શેર માં રોકાણ કરવું જોઈએ અને તે પણ લાંબાગાળા માટૅનું જ રોકાણ હોવું જોઈએ કારણકે ટુંકાગાળા માટે શેરની લે-વેંચ કરવી એ જુગારીઓનું કામ છે રોકાણકારો નું નહીં.
છઠું રોકાણઃજમીન,આર્ટ,કોમોડીટી વગેરેહજુ તમારી આવક વધતી જ જાય છે અને ઉપર મુજબ નાં તમામ રોકાણ સાધનો માં મોટી રકમનું નિયમીત રોકાણ કર્યાં પછી પણ જો તમારી પાસે વધારે રુપીયા બચતાં હોય તો તમે જમીન,આર્ટ,કોમોડીટી વગેરે જેવાં ખુબ જ જોખમી પરંતુ સાથે સાથે ખુબ જ મોટો નફો પણ રળી આપવાની સંભાવાનાં ધરાવતાં આવાં સાધનો માં રોકાણ કરી શકો છો.
જો આપણે જીવનમાં શીસ્તબધ્ધ રીતે ઉપર મુજબ તબક્કા વાર રોકાણ કરીએ તો આપણો રોકાણોનો પીરામીડ પણ ઈજીપ્ત નાં પીરામીડ જેવો મજબુત અને અડીખમ બની રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.---- હેપ્પી ઈન્વેસ્ટીંગ.

શેર બજારમાં કામ કરતાં તમામ લોકો અવાર નવાર અપરસર્કિટ તથા લોઅરસર્કિટ વિશે વાતો કરતાં હોય છે.આજે આપણે આ બંને પ્રકારની સર્કિટ વિશે વિગતવાર જાણકારી મેળવશુ.
સર્કિટ એટલે શું ?
સર્કિટ એટલે શું ?
સર્કિટ એ રોકાણકારો નાં હિત ને ધ્યાનમાં રાખીને શેર બજાર નાં નિયંત્રક સેબી દ્વારા કરવામાં આવેલી એક એવી વ્યવસ્થા છે જેના હેઠળ કોઇપણ સૂચકઆંક (ઇન્ડેક્સ) કે શેરનાં ભાવમાં કોઇ એક વર્કિંગ સેશનમાં થતો અનિયંત્રિત એકતરફી વધારો કે ઘટાડા ને રોકી શકાય છે. જેમ કે કોઇ શેરમાં 5 ટકાની સર્કિટ હોય અને ગઈકાલે તે શેર 100 રૂપિયા નાં ભાવ પર બંધ થયો હતો, તો આજે તેમાં 95થી 105 રૂપિયાનાં ભાવ વચ્ચે જ સોદા કરી શકાય છે.
સર્કિટ કેવી રીતે નક્કી થાય ?સર્કિટ નક્કી કરવા માટે કોઇ પણ શેરની કિંમતોમાં ઉતાર-ચઢાવ, સરેરાશ દૈનિક કારોબાર અને શેરની મજબૂતીના ઇતિહાસની મદદ લેવામાં આવે છે. સર્કિટમાં ચાર સ્તર હોય છે - 2, 5, 10 અને 20 ટકા. જુદા જુદા શેરોના ઇતિહાસની મદદથી શેરો માટે સર્કિટ નક્કી કરવામાં આવે છે.
સર્કીટ નાં પ્રકારો સર્કિટ બે પ્રકારની હોય છે. અપર સર્કિટ અને લોઅર સર્કિટ. અપર સર્કિટ લાગ્યા બાદ શેર માત્ર વેચી શકાય છે, ખરીદી શકાતા નથી. એવી જ રીતે લોઅર સર્કિટ લાગ્યા બાદ તેને માત્ર ખરીદી શકાય છે, વેચી શકાતા નથી.
સેન્સેક્સ અને નિફ્ટીમાં સર્કિટ લાગવાનાં નિયમો
વાયદા કારોબારમાં સમાવેશ થતા શેરો ઉપરાંત અન્ય તમામ શેરો પર સર્કિટ લાગે છે. વાયદા કારોબારવાળા શેરોમાં એક દિવસમાં કેટલોય ઉછાળો કે ઘટાડો આવી શકે છે. તેમનો કારોબાર બંધ થતો નથી.
સૂચકાંકો(ઇન્ડેક્સ)માં બંને પ્રકારની સર્કિટ 3 તબક્કામાં લાગે છે. પ્રથમ તબક્કામાં 10, બીજામાં 15 અને ત્રીજા તબક્કામાં 20 ટકા સર્કિટ લાગે છે. એક વાર જ્યારે કોઇ એક ઇન્ડેક્સ (સેન્સેક્સ કે નિફ્ટી)માં સર્કિટ લાગે છે. તો બીજા ઇન્ડેક્સમાં કારોબાર આપોઆપ અટકી જાય છે. સર્કિટ લાગવાની સાથે એક જ સમયે હાજર અને વાયદા બજાર બંનેમાં એક સાથે કારોબાર બંધ થઇ જાય છે.
જો બજારમાં 1 વાગ્યા પહેલા 10 ટકા ઘટાડો આવે છે, તો એક કલાક માટે કારોબાર અટકી જાય છે. જો ઘટાડો 1 વાગે અથવા ત્યાર બાદ પણ 2.30 વાગ્યા પહેલા નોંઘાય છે તો કારોબાર અડધા કલાક માટે રોકવામાં આવે છે. જો 10 ટકાનો ઘટાડો 2.30 વાગે કે ત્યાર પછી નોંધાય છે, તો કારોબાર બંધ થતો નથી. એટલે કે કારોબાર 3.30 વાગ્યા સુધી ચાલતો રહે છે.
જો માર્કેટમાં 1 વાગ્યા પહેલા 15 ટકાનો ઘટાડો નોંધાય છે, તો કારોબાર બે કલાક માટે બંધ રહે છે. આ ઘટાડો 1 વાગ્યા બાદ પણ 2 વાગ્યા પહેલા થાય તો કારોબાર 1 કલાક માટે રોકાઇ જાય છે. 15 ટકાનો ઘટાડો 2 વાગે અથવા તે પછી થાય તો કારોબાર સમગ્ર દિવસ માટે બંદ કરી દેવામાં આવે છે. જો માર્કેટ 20 ટકા ઘટે છે તો ત્યાર પછી આખો દિવસ બજાર બંધ રહે છે.

દિકરી વિના નો બાપ (ભાગ-2)
પ્રિય દિકરા,
યાદ છે તને?
તું નાની હતી અને આપણે પાના રમતા,
તું હંમેશા જીતી જતી અને હું હંમેશા હારી જતો,
ક્યારેક ક્યારેક જાણી જોઈને પણ,
તું કોઈ પણ હરિફાઈમાં જતી ત્યારે તમામ શિલ્ડ અને સર્ટિફિકેટ,
તું મારા હાથમાં મુકી દેતી,
અને ત્યારે મને તારા બાપ હોવાનો ગર્વ થતો.
મને થતું હું દુનિયાનો સૌથી સુખી બાપ છું.
આપણને કોઈ દુ:ખ હોય કોઈ તકલીફ હોય,
તો એક બાપની હેસિયતથી તારે મને તો કહેવું જોઈતું હતું…
આમ અચાનક,
તારા બાપને આટલી ખરાબ હદે
હરાવીને જીતાતું હશે…મારા દીકરા…?
તારાં બધાં શિલ્ડ અને સર્ટિફિકેટસ
મેં હજી સાચવી રાખ્યાં છે,
પણ એનો અર્થ એ તો નથી ને,
કે તારું ડેથ સર્ટિફિકેટ
પણ મારે જ સાચવવાનું…?!!

દિકરી વિના નો બાપ (ભાગ-1)
દીકરીને અગ્નિદાહ આપ્યો,
તે પહેલા ઈશ્વરને
બે હાથ જોડીને કહ્યું હતું,
સાસરે વળાવતો હોઉં એવી જ રીતે
મારી દીકરીને વિદાય કરું છું,
ધ્યાન રાખીશને એનું?
અને પછી મારામાં અગ્નિદાહ દેવાની તાકત આવી,
લાગ્યું કે ઈશ્વરે વેવાઈપણું સ્વીકારી લીધું…!
એને અગ્નિદાહ આપીને પાછો ફર્યો ત્યારે પત્નીએ
આંગણામાં પાણી મૂક્યું હતું…
નાહી નાખવાનું હવે દીકરીનાં નામનું…!
દીકરી વિનાનું ઘર આજે દસ દિવસનું થયું…
પત્નીની વારેવારે ભરાઈ આવતી આંખો
દીકરીના ડ્રેસિંગટેબલ અને છેલ્લાં દસ દિવસથી
એકદમ વ્યવસ્થિત રહેલાં એનાં વોર્ડરોબ પર ફરી વળે છે…
હું પણ ત્યાં જોઉં છું ને એક
નિસાસો નંખાય જાય છે…
ઈશ્વર, દીકરી સોંપતા પહેલાં તારા વિશે
તપાસ કરાવવાની જરુર હતી,
કન્યાપક્ષના રિવાજોને તારે માન આપવું જોઈએ,
દસ દિવસ થઈ ગયાં…
અને અમારે ત્યાં પગફેરાનો રિવાજ છે…!!!

વિડીઓ...
અમે લોકો શ્રાવણ માસ માં સર્વેશ્ર્વર મહાદેવ (બરડા ડુંગર)
મોટી-પાનેલી આગળ ગયેલ ત્યાર ના દ્રશ્યો..
મોટી-પાનેલી આગળ ગયેલ ત્યાર ના દ્રશ્યો..
Tuesday, September 21, 2010
Saturday, September 18, 2010
Subscribe to:
Posts (Atom)